વિદ્યા સહાયકની ભરતીના ખોટા મેસેજ બાબત

ગુજરાત સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારાં આજ રોજ એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો. જે નોકરી વાંછુ અનેક ઉમેદવારોની કારકિર્દી પર ગંભીર અસર પાડનારી બની રહેવાની શક્યતા છે.
   તાજેતરમાં ગુજરાતની પ્રાથમિક શાળામાં ઉચ્ચતર વિભાગમાં 13000 જેટલી જગ્યાઓ ખાલી હોવાના ખોટા સમાચારથી પ્રેરાઈને લગભગ 1000 જેટલા ઉમેદવારોએ સરકાર પર આ જગ્યાઓ ભરવા રજૂઆત કરી હતી.વધુ દબાણ લાવવાના આશયથી આ ઉમેદવારોએ નાયબ નિયામકશ્રીના અંગત નંબર પર જો આ ભરતી નહીં કરવામાં આવે તો આત્મદાહ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી.
તાજેતરમાં બનેલા આવા આત્મદાહના બનાવને ધ્યાનમાં રાખીને સરકાર વતી નાયબ નિયામકશ્રી દ્વારા આવા 1000 જેટલા ઉમેદવારોના નંબર સાથે માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ સાયબર સેલમાં કરવામાં આવી છે.જે આવી ધમકી આપનાર માટે મુશ્કેલી રુપ બની રહેવાની શક્યતા છે.

Comments