યોજનાઓ



Ø જનધન યોજના
આ યોજનાની જાહેરાત ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ કરવામાં આવી. આ યોજના અંતર્ગત બેંક ખાતું શૂન્ય બેલેન્સથી ખુલે છે. આ યોજનાનું સ્લોગન મેરા ખાતા ભાગ્ય વિધાતા છે. આ યોજના અંતર્ગત રૂપે નું ડેબિટ કાર્ડ આપવામાં આવે છે. રૂ. ૧ લાખનો સુરક્ષા વીમો (અકસ્માત) તેમજ ૩૦૦૦૦ LIC તરફથી જીવન વીમો આપવામાં આવે છે. અકસ્માત વીમો મેળવવા માટે રૂપે ડેબિટ કાર્ડ ૪૫ દિવસમાં એક વખત વાપરવું જરૂરી છે. ૬ મહિના માં સંતોષકારક ખાતું વાપરતા ૫૦૦૦નો ઓવરડ્રાફ આપવામાં આવે છે.
Ø પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના
વાર્ષિક રૂ. ૩૩૦ ભરીને લઇ શકતો ૨ લાખ સુધીનો જીવનવીમો છે. ૧૮ વર્ષથી લઈને ૫૦ વર્ષ સુધીની ઉમરના વ્યક્તિનો વીમો લઇ શકાય છે. કોઈ પણ રીતે મૃત્યુ થતા વીમો પાકે છે.
Ø પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
૧૮ થી ૭૦ વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિ માટે વાર્ષિક રૂ. ૧૨ ભરીને વિમો લઇ શકાય. આ વીમા અંતર્ગત અકસ્માતે મૃત્યુ થતા રૂ. ૨ લાખ હાથ, પગ કે બે આંખ નકામા થતા બે લાખ અને એક હાથ, એક પગ કે એક આંખ નકામા થતા એક લાખ રૂ. મળે છે.
Ø સંસદ આદર્શ ગ્રામ યોજના
૧૧ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ વિજ્ઞાન ભવન ખાતે આ યોજનાની જાહેરાત કરી આ યોજના અંતર્ગત દરેક સાંસદે ૨૦૨૪ સુધી કોઈ એક ગામને દત્તક લઈને આદર્શ બનાવવાનું છે. આદર્શ ગામમાં પાયાની દરેક સુવિધા ઉભી કરવાની રહે છે.
Ø પહલ
ગેસની સબસીડી સીધી ગ્રાહકના ખાતામાં જમા થાય છે. તે યોજના પહલ તરીકે ઓળખાય છે. હાલમાં ગેસના ૧૨ બાટલા દર વર્ષે સબસીડી સાથેના મળે છે. ત્યારબાદ બાટલા સબસીડી વગરના લેવાના રહે છે.
Ø પ્રસાદ યોજના
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ભારતના ૧૨ ધાર્મિક સ્થળોના જીર્ણોધ્ધાર
કરવા માટેની યોજના છે. જેમાં ગુજરાતના દ્વારકા ની પસંદગી થયેલી છે.
Ø અટલ પેન્શન યોજના
૧૮ થી ૪૦ વર્ષની વ્યક્તિઓ માટે વાર્ષિક ૪૨ થી ૨૧૦ રૂપિયાના પ્રીમિયમથી શરુ થયેલ છે. જેમાં ૬૦ વર્ષની ઉંમર થયા પછી માસિક રૂ. ૧૦૦૦ થી ૫૦૦૦ નું પેન્શન મળશે.
Ø જનની સુરક્ષા યોજના
રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત ગરીબ સગર્ભા બહેનોને પ્રસુતિના પ્રોત્સાહન દ્વારા માતા અને નવજાત શિશુના મરણના દરને ઘટાડવા હેતુ માટે છે. જેમાં પ્રસુતિના ૮ થી ૧૨ અઠવાડિયા પહેલા રૂ. ૭૦૦ ગ્રામ્ય વિસ્તારની બહેનો અને રૂ. ૬૦૦ શહેરી વિસ્તારની બહેનોને આપવામાં આવે છે.
Ø મિશન મંગલમ્
Ø ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરેલા સખી મંડળોને વધુ સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મિશન મંગલમ્ અભિયાન હાથ ધરાયું છે. આ જુથોને ગ્રામ્ય, ક્લસ્ટર તાલુકા અને જીલ્લા સ્તરે ફેડરેશન બનાવીને તેઓનું સામાજિક અને આર્થિક સશક્તિકરણ કરવામાં આવશે.
Ø દીકરી યોજના
દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે જે કુટુંબમાં દીકરો ન હોય અને ફક્ત એક  દીકરી હોય તેવા દંપતિને રૂ. ૬૦૦૦ સહાય અને ફક્ત બે દીકરી હોય તેવા દંપતિને રૂ. ૫૦૦ સહાય આપવામાં આવે છે.
Ø દલોપંત ઠેંગડી કારીગર સહાય યોજના
કુટીર ઉદ્યોગના ૫૦,૦૦૦ કારીગરોને રાજ્ય સરકાર બેન્કો માંથી રૂપિયા ૧ લાખ સુધીનું ધિરાણ મેળવવામાં મદદરૂપ થશે. ધિરાણ ઉપર ૭% વ્યાજ સહાય ત્રણ વર્ષ માટે આપવાનું આયોજન છે.

Comments